અર્થઘટન : તમારો ઉપકાર ઉપકાર બતાવીને નષ્ટ ન કરો.
આપણે કોઈપણ વ્યક્તિને મદદ કરીએ છીએ તો તેને દિલથી કરવી જોઈએ ન કે તેને સારું લાગે આપણી આજુબાજુવાળા વ્યક્તિઓને સારું લાગે.
જ્યારે આપણે કોઈપણ વ્યક્તિને મદદ કરીએ છીએ તો એવી આશા ન રાખવી જોઈએ કે આનાથી મારું નામ પ્રચલિત થાય એટલે કે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે કોઈપણ વ્યક્તિને મદદ કરો છો તો ત્યારે તે મદદ કરેલી વાત તમારા જીવનમાં બીજા જોડે ચર્ચા કરતા હોય ત્યારે કાં તો પછી જ્યારે તમે તે વ્યક્તિ કે જેની તમે મદદ કરી છે તેની તમને જ્યારે જરૂરિયાત પડી અને તે તમને મદદ ન કરે તો તમારે તે કરેલો ઉપકાર તેના પર જાહેર ન કરવું જોઈએ.
જો તમે તેવું કરો છો તો તમારો કરેલો ઉપકાર એ ઉપકાર રહી જતો નથી. જો આપણે એવું જ કરવું હોય તો આપણે કોઈપણ વ્યક્તિ પર આ રીતે ઉપકાર કરવો જોઈએ નહીં કે જેને કારણે તે આગળ જતા તમારા ઉપકારના કારણે શર્મિંદગી મહેસુસ કરે.
એટલે તો આપણામાં કહેવાય છે કે જો તમે કોઈને ડાબા હાથે મદદ કરો તો તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ કે તમે કોને અને ક્યારે અને કેવી રીતે મદદ કરેલી છે