અર્થઘટન : તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે.
આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ હોય, પશુ હોય, પંખી હોય, વૃક્ષ હોય કે બીજું કોઈ પણ હોય તે પોતાનું જીવન જીવતો જ હોય છે.
પરંતુ તમારું જીવન એવું હોવું જોઈએ કે જે લોકોને પ્રેરણાદાયી હોય. લોકો તમારા જીવનમાંથી કંઈ પ્રેરણા લે અને તેમને તેમના જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા જાગે તેવું જીવન હોવું જોઈએ.
આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.ધારો કે તમે આજે રાત્રે ઊંઘની ગોળી લઈને સૂઈ ગયા અને તમે જો આવનારા બે ત્રણ દિવસ સુધી જાગો નહીં અને જ્યારે તમે ઊંઘમાંથી ઉઠો છો ત્યારે જુઓ છો તો તમારા હોવા ના હોવાથી કોઈપણ વ્યક્તિને કશો ફેર પડતો નથી.
તો તમારે સમજી જવું કે તમારું જીવન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે.આ સુવિચાર એક બોહળો વિષય રજૂ કરે છે.
પરંતુ હું મારા શબ્દોમાં વાત કરવા જવું તો ધારો કે આપણે એક વ્યક્તિ અને એક પ્રાણીની ચર્ચા કરીએ તો વ્યક્તિ પણ સવારે ઊઠે છે નાહી ધોઈને તૈયાર થાય છે પોતાનું કામ કરે છે,બપોરે જમે છે, રાત્રે જમે છે અને રાત્રે સુઈ જાય છે.
એ જ રીતે કોઈ પ્રાણીની વાત કરીએ તો પણ પ્રાણી સવારે ઊઠે છે એનો માલિક એને જમવાનું આપે છે કા તો તે પોતે જાતે કંઈક જમવાની વ્યવસ્થા કરે છે.
પણ એની બપોર થઈ જાય છે, રાત્રે પણ આ જ પરિસ્થિતિ ચાલે છે અને રાત્રે તે પણ સૂઈ જાય છે. તે જ રીતે કોઈ વ્યક્તિ પણ નિત્ય નવીન પોતાના બાળકો માટે કંઈકનું કંઈક આયોજન કરતા હોય છે.
તેવી જ રીતે પ્રાણીઓ પણ પોતાનું અને પોતાના બાળકોનો જીવન નિર્વા હ માટે કંઈકનું કંઈક આયોજન કરતા હોય છે.
કુદરતે આપણને આ પૃથ્વી ઉપર એક મહાન જન્મ આપ્યો છે જે છે મનુષ્ય. આ મનુષ્ય જન્મમાં આપણે એવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી લોકો આપણને યાદ કરે અને આપણા થકી કોઈપણ વ્યક્તિનું અહીત ન થાય અને પશુઓ જે બોલી નથી શકતા તેમના પ્રત્યે આપણે લાગણી અનુભવવી જોઈએ અને આ દુનિયામાં લોકો આપણી ચર્ચા કરે તેવા સારા કાર્યો કરવા જોઈએ.