જમીન પર થતી ખેતીમાં બિયારણ જમીનમાં વાવવામાં આવતા હોય છે અને ઊગતા છોડને જરૂરી પાણી અને પોષકતત્વો જમીનમાંથી મળે છે. આમ, આ ખેતીમાં જમીન જરૂરી છે. જમીન વિના ખેતી થઈ શકતી નથી.
હાઈડ્રોપોનિક્સ ખેતી જમીન વિના કરવામાં આવે છે. પીવીસીની પાઈપ પર તેમજ મકાનની છત પર હાઈડ્રોપોનિક્સ ખેતી કરવામાં આવે છે.
આમ, જમીન પર થતી ખેતી અને હાઈડ્રોપોનિક્સ ખેતી વચ્ચે આ મુખ્ય તફાવત છે.