સજીવો ખોરાક ક્યાંથી મેળવે :
ખોરાક મેળવવાની દૃષ્ટિએ સજીવોને બે પ્રકારે વહેંચવામાં આવે છે :
(i) સ્વાવલંબી સજીવો
(ii) પરાવલંબી સજીવો
(i) સ્વાવલંબી સજીવો : જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી સજીવો કહે છે.
દા.ત., લીલી વનસ્પતિ અને લીલ
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.
સામાન્ય રીતે વનસ્પતિ પોતાનો ખોરાક પર્ણમાં તૈયાર કરે છે, એટલે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે.
(ii) પરાવલંબી સજીવો : જે સજીવો ખોરાક માટે બીજા પર આધાર રાખે તેને પરાવલંબી સજીવો કહે છે.
દા.ત., મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ.
બધા સજીવોને જીવન ટકાવી રાખવા માટે ખોરાકની આવશ્યક્તા હોય છે.
સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન, રુધિરાભિસરણ, ઉત્સર્જન, પ્રચલન કરે છે.
ખોરાક પ્રાપ્ત કરવા માટે પાકનું ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે.