સફળતા મેળવવા ચિંતા નહીં પરંતુ ચિંતન કરો.

સફળતા મેળવવા ચિંતા નહીં પરંતુ ચિંતન કરો.

અર્થગ્રહણ : સફળતા મેળવવા ચિંતા નહીં પરંતુ ચિંતન કરો.

જીવનમાં સફળ થવું હોય તો સફળતા માટે ચિંતા ન કરવી જોઈએ. પરંતુ દરરોજ એ વિચાર કરવો જોઈએ કે મને સફળતા કેવી રીતે મળે, એટલે કે સફળતા મેળવવા માટે રોજ તમારે જેમાં સફળતા જોઈએ છે તેના વિશે ચિંતન કરવું જોઈએ. કારણ કે ચિંતા કરવાથી કશું મળતું નથી, પરંતુ ચિંતન કરવાથી આપણને તેનો રસ્તો મળે છે.

જે મુસીબત હોય છે તેનું સમાધાન મળે છે. આપણે સફળ થવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તેના વિશે જાણકારી મળે છે અને સફળ થવાના રસ્તા ખુલી જાય છે.

તમે તમારી આસપાસ જુઓ જ છો કે કોઈ વ્યક્તિ સફળ થવા માટે કેટલા પ્રયત્નો કરે છે. તમારી આજુબાજુના પરિસર માં સફળ વ્યક્તિઓને તમે જોતા હશો, ટીવી પર સાંભળતા હશો તેમના જીવન વિશે વાંચશો તો તમને ખબર પડશે કે તેમને સફળ થવા માટે કેટલા પ્રયત્નો કરેલા છે. જો તે પોતાના કપાળ ઉપર હાથ રાખીને બેસી રહે અને કહે મારે તો આ બધી આટલી બધી સમસ્યાઓ છે, તો હું સફળ કેવી રીતે થઈશ .

પરંતુ દિવસ રાત તે પોતાના કામમાં લાગી જાય છે અને પોતાની જાતને તેની અંદર પરોવી દે છે તેથી સફળ થઈ શકે છે.

Sharing Is Caring:

Leave a Comment