સમય દરેક દર્દ ની દવા છે.

સમય દરેક દર્દ ની દવા છે.

અર્થગ્રહણ : સમય દરેક દર્દ ની દવા છે.

જીવનમાં કોઈપણ પ્રકારનો જખમ લાગે, એટલે કે શારીરિક નહીં પરંતુ માનસિક તો તે સમય રહેતા ભરાઈ જાય છે.
કારણ કે જેમ જેમ સમય જતો જાય છે, તેમ તેમ પોતાના ભૂતકાળ ની યાદોને તમે વિસરતા જાવ છો, અને વર્તમાનમાં જીવવા લાગો છો.

તમે જીવનમાં કરેલી ભૂલો તમને સમજાય છે, અને તેનો પ્રાયશ્ચિત કરવા તમે તૈયારી બતાવો છો,અને મહદ અંશે પ્રાયશ્ચિત કરી પણ લો છો અને તમે તે દુઃખમાંથી બહાર આવી જાવ છો.

એટલે કે જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ આવે તો તેને સમય પર છોડી દેવું જોઈએ. કારણ કે જે વસ્તુ આપણા હાથમાં નથી તેને આપણે કશું કરી શકતા નથી.

તેથી આપણે રાહ જોવાની નીતિ અપનાવી જોઈએ. કારણ કે સમય રહેતા રહેતા બધું જ બરાબર થઈ જાય છે. ઈશ્વર દરેક વસ્તુ સરખી કરી આપે છે.

પ્રભુએ આ વસ્તુ બગાડી છે તો તે જ સુધારી આપશે, પરંતુ આપણે તેને સમય આપવો જોઈએ. કોઈ વ્યક્તિ જોડે આપણો ઝઘડો થઈ જાય કે કોઈ વ્યક્તિ જોડે આપણા સંબંધો બગડી જાય તો તેને વધારે ન છંછેડતા તેને થોડો સમય આપવો જોઈએ. જેના કારણે બંનેનો ગુસ્સો શાંત થઈ જાય છે, અને સંબંધો પાછા પહેલા જેવા થઈ જાય છે.

Sharing Is Caring:

Leave a Comment