અર્થઘટન : સંઘ તેવો રંગ
આ કહેવતમાં સોબતની વાત કરવામાં આવી છે.તમે જેની સોબત કરી છે તેની અસર તમારા પર થયા વગર રહેતી નથી. સજ્જનનો સંગ કરવાથી આપણામાં સારા ગુણ આવે છે, પણ દુર્જન નો સંગ કરવાથી આપણામાં દુર્ગુણો આવે છે.
જે છોકરાને ભણવામાં રસ નથી તેની જોડે તમે સંઘ કરો તો તમારો અભ્યાસ બગડે છે.એક ખરાબ કેરી જો ટોપલામાં મૂકી દેવામાં આવે તો તે બધી જ સારી કેરીઓને ખરાબ કરી દે છે.
તમે જો ચોરી કરવા વાળા નો સંગ કરશો તો તમારામાં તેની કુટેવો આવે છે અને જો પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન વ્યક્તિનો સંઘ કરશો તો તમારામાં પણ પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાનના ગુણો આવશે. એટલે તો કહેવાય છે કે સોબત તેવી અસર.
આપણે હંમેશા સારા માણસોની સોબત કરવી જોઈએ
site slow chale che