પારકી આશ સદા નિરાશ.

પારકી આશ સદા નિરાશ.

અર્થઘટન : પારકી આશ સદા નિરાશ.

આપણે કોઈ બાબતે બીજા પર આશા રાખીએ તો આપણને હંમેશા નિરાશા જ મળે છે.


આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ આપણા કામમાં બીજાને સહેજ પણ રસ હતો નથી. આપણે આપણા કામનું જેટલું મહત્વ જાણીએ છીએ તેટલું બીજાને હોતું નથી તેથી તે વ્યક્તિ તે કામ કરવામાં બીદરકારી દાખવે છે.


એક ખેડૂતના ખેતરમાં લણણી નું કરવાનું કામ કરવાનું હતું. એને જ્યાં સુધી બીજા લોકો પર આધાર રાખે ત્યાં સુધી તે લણણી નું કામ કરી શક્યો નહીં.

જ્યારે ખેડૂતે પોતાનું કામ પોતાની જાતે કરવાનું ચાલુ કર્યું ત્યારે તે કરી શક્યો અને પોતાને જોઈતું પરિણામ મેળવી શક્યો. તેથી તો કહેવાય છે કે ” આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. ” “આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.”

આપણે આપણી જિંદગીમાં પોતાના પર જ વિશ્વાસ રાખવો જોઈએ એટલે કે સ્વાવલંબી બનવું જોઈએ

Sharing Is Caring:

Leave a Comment