અર્થગ્રહણ : નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ તમારી પાછળ પાછળ આવશે.
આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ તે પૂરેપૂરું મન લગાવીને કરવું જોઈએ.
જો આપણને તે કામ કરવામાં રસ હશે તો તે કામમાં આપણે ચોક્કસ સફળ થઈશું. એટલે કે જે કામ આપણે મન લગાવીને કરીશું તે કામમાં આપણને સફળતા ચોક્કસ મળશે.
આપણે કોઈ કામની અંદર આપણો આત્મા જોખી દઈશું એટલે કે તે કામ આપણા મગજ ઉપર 24 કલાક સવાર રહેશે તો તે કામમાં આપણે ચોક્કસ સફળ થઈશું અને આપણી નામના થશે.
એટલે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે . કર્મની આશા રાખીશ ના જેવું કામ કરીશ તેવું તને ફળ ચોક્કસ મળશે જ.
આપણી આજુબાજુ એવા ઘણા બધા ઉદાહરણ છે કે જેમને એમના કામ પ્રત્યે એટલી તો બધી ચોકસાઈ અને કાળજી દાખવી છે કે તેમના નામ આપો આપ થઈ ગયા છે ઉદાહરણ તરીકે સમજીએ તો તમે કોઈપણ ક્રિકેટર, કોઈપણ બીજા સ્પોર્ટ્સમેન, કાં તો પછી કોઈપણ સેલિબ્રિ,ટી કાં તો કોઈ પણ ફેમસ સંગીતકાર, કલાકાર લઈ લો આ દરેકે દરેક વ્યક્તિએ પોતાના કામને ખૂબ જ મહત્વ આપ્યું છે અને તેમની નામના રાતો રાત થઈ ગઈ છે.
આમ, જેટલું કામ કરીએ તેટલું સારું અને મન લગાવીને કરીએ તો તે કામમાં આપણી નામના થાય એ ચોક્કસ છે. તેથી નામના કરવા માટે દોડવું જોઈએ નહીં. કામ મન લગાવીને કરવું જોઈએ તો નામના તો આપણને મળશે જ.