ધન કમાવું ખરાબ વાત નથી, પરંતુ તેનો દૂર ઉપયોગ કરવો એ ખરાબ વાત છે.

ધન કમાવું ખરાબ વાત નથી, પરંતુ તેનો દૂર ઉપયોગ કરવો એ ખરાબ વાત છે.

અર્થગ્રહણ : ધન કમાવું ખરાબ વાત નથી, પરંતુ તેનો દૂર ઉપયોગ કરવો એ ખરાબ વાત છે.

આ દુનિયામાં દરેક વ્યક્તિ ધન કમાવા માટે કોઈપણ પ્રકારે કંઈકનું કંઈક કાર્ય કરતો રહેતો હોય છે, તે પછી માનસિક હોય કે પછી શારીરિક હોય તો તેમાં કશું ખોટું નથી.

દરેક વ્યક્તિએ ધન કમાવા માટે પ્રયત્નો કરવા જ જોઈએ અને પોતાના કુટુંબના ભવિષ્ય માટે અને બાળકોને સારું શિક્ષણ અને સારું જીવન મળે તે માટે પણ ધન નું યોગ્ય આયોજન કરવું જોઈએ તે કશી ખોટી વાત નથી.

પરંતુ તમે ધન કમાતા કમાતા એટલું ધન ભેગું કરી લો છો કે તેનો ઉપયોગ તમે ખોટી જગ્યાએ કરવા માંડો છો, અથવા તો જે જગ્યાએ જરૂર નથી ત્યાં ખર્ચ કરવા માંડો છો તે ખરાબ વાત છે.

એટલે કે તમારા કમાયેલા ધનનો જો તમે સદુપયોગ કરો છો તો તમે તેનું પરિણામ બમણું મળશે, પરંતુ તમે તેનો દુરુપયોગ કરશો કાં તો તે ધનનો ઉપયોગ બીજા કોઈને હાની થાય તે રીતે કરશો તો તમને ચોક્કસ નુકસાન જશે, અને તેવું ધન કમાવાનો કોઈ જ મતલબ રહેતો નથી.

જેમકે તમે ખૂબ જ મહેનત કરીને ધન કમાયા અને પછી તે પૈસા તમે તમારા મોજ શોખ એટલે કે જેની તમને જરાય જરૂર નથી, પરંતુ તમે બીજાને સારું દેખાડવા કાં તો પોતાની લાઈફ સ્ટાઈલ બીજાને બતાવવા માટે ખર્ચા કરો છો, એટલે કે ધનનો દુરુપયોગ કરો છો તે ખરાબ વાત છે.

અમુક વ્યક્તિઓ પોતાના પૈસાનો ઉપયોગ આતંકવાદી જેવી પ્રવૃત્તિઓમાં કરતા હોય છે. ભારતના વિકાસને અટકાવવા માટે કરતા હોય છે, તે તદ્દન ખરાબ વાત છે. તેમણે તે ધન ભારતના વિકાસમાં તેમજ જે બાળકોને શિક્ષણની જરૂર છે તેમની મદદ કરીને તેમને આગળ વધારવામાં કરવી જોઈએ. જેના કારણે યુવાધન વિકસિત થશે અને જો યુવાધન વિકસિત થશે તો ભારતનો વિકાસ અવશ્ય થશે.

તેથી આપણે આપણી યથાશક્તિ પ્રમાણે ધન કમાવું જોઈએ પરંતુ કમાવ્યા પછી તે ધનનો શું ઉપયોગ કરવો જ જોઈએ, કે તેનો ક્યાં આગળ વપરાશ કરવો જોઈએ. તે આપણે બે ઘડીક વિચારીને પગલું આગળ વધારવું જોઈએ, એટલે કે હું એવું નથી કહેવા માંગતો કે તમે મોજશોખમાં પૈસા ન વાપરો. પરંતુ મોજશોખની દરેકની એક મર્યાદા હોય છે, તે મર્યાદામાં રહીને તમે વાપરો તો તમારું નામ પણ જળવાઈ રહેશે અને તમારો પૈસો તમારી જોડે રહેશે.તો તમને પણ કોઈક દિવસ કામ લાગશે અને આવનારી પેઢીને પણ ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ રહેશે.

Sharing Is Caring:

Leave a Comment