નાચવું નહી ને આંગણું વાંકું

નાચવું નહી ને આંગણું વાંકું

અર્થઘટન : નાચવું નહી ને આંગણું વાંકું

જે વ્યક્તિઓ ને કશું કરવું જ નથી તે વ્યક્તિઓ તે કામ ન કરવાના ઘણા બધા રસ્તા બતાવે છે.

જ્યારે જે વ્યક્તિને કામ કરવું છે તે કામ કરવા માટે તેની જોડે જો પૂરતા સાધનો ન હોય કે પછી પૂરતી સગવડ ન હોય તો પણ તે વ્યક્તિ તે કામ કરવામાં તત્પરતા દાખવે છે. આજુબાજુના સંસાધનોમાંથી પોતાને જરૂરી સામાન મેળવીને કામ કરવાનો પ્રયત્ન કરે છે.


આપણે આપણી આજુબાજુના વાતાવરણમાં આવા વ્યક્તિઓ જોઈએ છીએ જે પોતાની તકલીફો એકબીજાને કહીને પોતાની મજબૂરી વ્યક્ત કરે છે.


જ્યારે તમે એવી વ્યક્તિઓ વિશે સાંભળ્યું હશે કા તો ક્યાંય વાંચ્યું હશે કે જે અથાગ મુશ્કેલીઓ અનુભવ્યા પછી પણ પોતાની મહેનતના જોડે આગળ વધ્યા છે અને ગમે તેવી કઠિન પરિસ્થિતિ માં પણ પોતાને ત્યાં અડગ ઉભા રાખ્યા છે અને હિંમત હારે વગર આગળ વધે છે તે લોકો આજે મહાન વ્યક્તિઓની ગણના તેમનું નામ બોલાય છે.


તેથી જ આ કહેવતમાં કહેવામાં આવ્યું છે કે જેને નાચવું નથી તેના માટે તો આંગણું પણ તેને વાંકુ લાગે છે

Sharing Is Caring:

Leave a Comment