![મનને હજાર આંખો હોય છે જ્યારે હૃદયને માત્ર એક જ હોય છે.](https://gyangatha.com/wp-content/uploads/2024/02/મનને-હજાર-આંખો-હોય-છે-જ્યારે-હૃદયને-માત્ર-એક-જ-હોય-છે-2-1024x1024.webp)
અર્થગ્રહણ : મનને હજાર આંખો હોય છે જ્યારે હૃદયને માત્ર એક જ હોય છે.
મન એ ચંચળ હોય છે. તમે જુઓ છો કે તમારું મન અત્યારે હાલ અહીંયા હોય તો દસ મિનિટ પછી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તમે ધારો કે કોઈ વ્યક્તિની જોડે બેઠા છો, કે શાળામાં ભણવા બેઠા છે, ત્યારે ત્યાં ભણતા ભણતા તમારું મન બીજી જગ્યાએ પહોંચી જાય છે.
ઘરના વિચારો આવે છે, તો મિત્ર જોડે ફરવાના વિચારો આવે છે. કારણ કે મન ઘણી બધી જગ્યાએ વિચારી શકે છે તેથી તો કહેવાય છે કે મને હજારો આખો હોય છે.
જ્યારે હૃદયની વાત કરીએ તો હૃદય ખાલી પ્રેમથી વિચારે છે. તે પ્રેમની ભાષા સમજે છે. ધારો કે તમે કોઈ વસ્તુ લેવા
ઇચ્છતા હોય તો તે વસ્તુ પ્રત્યે તમને એટલો બધો લગાવ થઈ જાય છે કે તમારું હૃદય તે વસ્તુ વિશે જ વિચાર્યા કરે છે.
તમને બીજો કોઈ વિચાર આવવા દેતું નથી.તમને તે વસ્તુ મળી જાય પછી તમને હૃદયમાં શાંતિ અનુભવાય છે. જ્યારે મન એવું નથી કરતું મન ચંચળ હોય છે.