અર્થગ્રહણ : ભાષા એ વિચારોનો પોશાક છે.
આપણી ભાષા પરથી આપણા વિચારો કેવા છે તે સમજાય છે.આપણે જેવી ભાષા બોલીએ છીએ તેના પરથી સામેવાળા પર કેવો પ્રભાવ પડે છે તે ખબર પડે છે, અને સામે વાળો આપણા વિશે શું વિચારે છે તે સમજાય છે.
જો તમે તમારી ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા હશો તો તમારી છાપ સારી પડશે, અને સામેવાળી વ્યક્તિને ખબર પડશે કે તમારામાં કેવા ઉત્કૃષ્ટ વિચારો રહેલા છે. પણ જો તમે તમારી ભાષા વ્યવસ્થિત રીતે વાપરો નહીં તો સામેવાળી વ્યક્તિ સમજી જશે કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, અને તમે કેવા પ્રકારના વિચારો ધરાવે તેથી તો કહેવાય છે ભાષા એ વિચારવાનો પોશાક છે.