ભારતમાં સરકારને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો પાસેથી સત્તા મળે છે. આ કારણે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. દેશનું શાસન કોઇ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી.
રાજ્યવહીવટના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ અથવા સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા ચુંટણી દ્વારા કોઇપણ સરકારને પદભ્રષ્ટ કરીને નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આથી ભારતને ‘પ્રજાસત્તાક દેશ’ કહેવામાં આવે છે.