બંધારણ વિના કોઈ પણ દેશનો રાજ્યવહીવટ શક્ય નથી. દેશના શાસનની કલ્પના પણ બંધારણ વિના અશક્ય છે. બંધારણ દ્વારા જ સરકારનું સ્વરૂપ અને શાસનપદ્ધતિ નક્કી થાય છે. ઘણા ઉદ્દેશો બંધારણ દ્વારા સિદ્ધ થઈ શકે છે.
બંધારણ એક એવો દસ્તાવેજ છે જે મૂલ્યો અને આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. પ્રજાએ પસંદ કરેલા પ્રતિનિધિઓ બંધારણ અનુસાર શાસન ચલાવે છે, અને સત્તાનો દુરુપયોગ ન થાય તે માટે બંધારણમાં નિયમો બનાવવામાં આવ્યા છે.