પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.

પ્લાસ્ટિકનો કચરો જૈવ-અવિઘટનીય છે. જમીનમાં દટાયેલો પ્લાસ્ટિકનો કચરો કેટલાંય વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકનાં પાત્રોમાં ભરેલો ખોરાક, ખાદ્ય પદાર્થો, પાણી કે પ્રવાહી પદાર્થો માનવીના સ્વાસ્થ્યને નૂકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનો કચ્રોન હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ પેદા કરે છે. જમીનમાં પ્લાસ્ટિકનો કચરો લાંબો સમય સુધી રહેતો હોય છે અને તેથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. પ્લાસ્ટિક હવામાં ઝેરી અને દૂષિત વાયુઓ પેદા કરે છે. આથી પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ કરવાથી પ્લાસ્ટિકનો કચરો વધશે અને પર્યાવરણીય સમસ્યાઓ વધશે.

Read More  જમીન પર થતી ખેતી અને ગાઈડ્રોપોનિક્સ ખેતીમાં શું તફાવત છે ?
Sharing Is Caring:

Leave a Comment