બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો
1. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાવે છે.
2. તેના દ્વારા રોગોનો ફેલાવો થાય છે.
3. ગમે ત્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાથી જાહેર જનતાનું આરોગ્ય જોખમાય છે. વળી તેના સ્પર્શથી ચેપ લાગવાનો ભય રહે છે.
4. બાયોમેડિકલ વેસ્ટમાં તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે નીડલ, બ્લેડ વગેરે હોવાથી લોકોને ઈજા થવાનો ભય પણ રહે છે.