અર્થઘટન : સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.
આ કહેવતમાં પરિશ્રમનો મહિમા બતાવવામાં આવ્યો છે.
જે મહેનત કરે છે તેને સફળતા ચોક્કસ મળે છે. વિદ્યાર્થીઓ જો આયોજનપૂર્વક મહેનત કરે તો તેમને જોઈતા ગુણ તે અવશ્ય મેળવી શકે છે.
ખેડૂત, વેપારી વગેરે જો મન લગાવીને મહેનત કરે તો તેમને સારું પરિણામ મળે છે.પરિશ્રમ રૂપી ચાવીથી જ ભાગ્યનું તાળું ખુલે છે.પરિશ્રમ એ જ પારસમણિ છે.
સફળતા મેળવવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી જોઈએ. મહેનત કરવામાં જરાય કચાસ રાખવી ન જોઈએ. પરસેવો પાડીને મેળવેલી સિદ્ધિનો આનંદ જ કંઈક અનેરો હોય છે