અર્થગ્રહણ : સત્ય ઘણી વખત મોડેથી સમજાતું હોય છે.
આપણે આપણા જીવનમાં ઘણી વખત ઝઘડા કરીએ છીએ. કોઈ વ્યક્તિ જોડે બોલ ચાલ કરીએ છીએ, અને સંબંધ બગાડીએ છીએ, પછી ઘણો સમય વીતી જાય પછી આપણને ખબર પડતી હોય છે અને પછી આપણને પસ્તાવો થતો હોય છે.
તેથી કોઈ પણ કાર્ય કરવામાં ધીરજ રાખવી જોઈએ, અને સાચી વાત સમજીને પછી જ તેમાં કોઈપણ નિર્ણય લેવો જોઈએ. કારણ કે સત્ય ઘણી વખત પાછળથી ખબર પડે છે, અને તે વખતે આપણને જે કામ કર્યું છે, જે વ્યક્તિની ને બોલ્યા છે તેનો પસ્તાવો થાય છે.
પછી બોલેલા શબ્દો પાછા વાળી શકાતા નથી, અને તેનું દુઃખ આપણને જીવન પર્યંત સુધી રહે છે તેથી કોઈ પણ વ્યક્તિ જોડે બોલવાનું બગાડતા પહેલા આખી વાત સમજી લેવી જોઈએ, પછી જ કોઈ પ્રકારના નિર્ણય પર આવવું જોઈએ. કારણકે અધૂરી માહિતી તમારું જીવન બરબાદ કરી શકે છે તમારા સંબંધો ખરાબ કરી શકે છે.