પવિત્ર હૃદયમાંથી નીકળેલું વચન ક્યારે વ્યર્થ જતું નથી.

પવિત્ર હૃદયમાંથી નીકળેલું વચન ક્યારે વ્યર્થ જતું નથી.

અર્થગ્રહણ : પવિત્ર હૃદયમાંથી નીકળેલું વચન ક્યારે વ્યર્થ જતું નથી.

જ્યારે તમને આશીર્વાદ આપવા માટે કોઈ હાથ ઉપર કરે છે ત્યારે તે મનથી હાથ ઉપર કરતો હોય છે, ત્યારે તેના હૃદયમાંથી નીકળેલું વચન ક્યારેય વ્યર્થ જતું નથી. તેના આપેલા દરેક શબ્દનો અર્થ હોય છે અને તે તમારા જીવનમાં વૃદ્ધિ અને વિકાસ કરે છે.

મહાન વ્યક્તિઓના આપેલા આશિષ વચનો અને આપણા વૃદ્ધ વ્યક્તિઓ એ આપેલ આશિષ વચન હંમેશા સાચા પડે છે, કારણ કે તેમને તેમના પવિત્ર હૃદયમાંથી આપણને આશીર્વાદ આપ્યા હોય છે જેના કારણે તે આશીર્વાદ ખોટા પડવાની તાકાત ખુદ ભગવાનમાં પણ હોતી નથી.

અને જો તમે કોઈ સાચી વ્યક્તિ એટલે કે પવિત્ર હૃદય ધરાવતી વ્યક્તિ કાં તો વૃદ્ધ વ્યક્તિને પરેશાન કરો છો, હેરાન કરો છો, તો તેના હૃદયમાંથી જે વચન નીકળે છે તે પણ સાચા જ ફરે છે.

એટલે કે તમને કોઈ બદદુઆ આપે તો તે પણ તમારા જીવનમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે, અને તમારા વિકાસને ખૂબ જ હાનિ પહોંચાડે છે, કારણ કે કહેવાય છે કે પવિત્ર હૃદયમાંથી નીકળેલું વચન તે સારું હોય કે ખરાબ હોય તેની અસર ચોક્કસ વર્તાય છે.

અને તે હંમેશા સાચુ જ હોય છે.તેથી તો આપણે જોયેલું છે કે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે દરેક ઋષિએ આપેલો શ્રાપ અને દરેક ઋષિ આપેલા આશીર્વાદ ભગવાન પણ બદલી શકતા નથી, કારણ કે તે ગુરુએ પવિત્ર હૃદયથી તેમને આશીર્વાદ કે શ્રાપ આપેલા હોય છે.

એ જ રીતે ભગવાને અત્યારે આપણને ઋષિમુનિઓ સ્વરૂપે આપણા ગુરુજીઓ, માતા – પિતા અને આપણા સ્વજનો આપણને આપેલા છે, તો તેથી તેમના આશીર્વાદ નિરંતર લેતા રહેવું જોઈએ.

Sharing Is Caring:

Leave a Comment