મા બાપનાં આચરણથી બાળકો શિક્ષણ મેળવે છે.

મા બાપનાં આચરણથી બાળકો શિક્ષણ મેળવે છે.

અર્થગ્રહણ : મા બાપનાં આચરણથી બાળકો શિક્ષણ મેળવે છે.

બાળક સૌથી વધારે સમય પોતાના ઘરે કાઢે છે એટલે કે પોતાના મા બાપ જોડે કાઢે છે. તે આખો દિવસ ઘરમાં મા બાપની પ્રવૃતિઓ અને તેઓ ઘરમાં શું શું કરી રહ્યા છે તે જુએ છે. તેમનું વર્તન જુએ છે, તેમની વાણી જુએ છે, તેમનો પહેરવેશ જુએ છે, તેમની ખાવાની, ઊંઘવાની, ઉઠવાની, કોઈ વ્યક્તિ જોડે વાત કરવાની રીત જુએ છે, અને પછી તે પોતાના મા બાપ જેવા બનવાનો પ્રયત્ન કરે છે.

કારણ કે તે પોતાના મા બાપને સૌથી શ્રેષ્ઠ ગણતો હોય છે. તે તેમના પિતાને સૌથી ઊંચો દરજ્જો આપતો હોય છે, તેથી તે ઇચ્છે છે કે હું પણ મારા પિતા જેવો જ બનું.

ઘરમાં જો માબાપ ઝઘડો કરતા હશે તો તેના મગજમાં એવી છાપ ઊભી થાય છે કે હું પણ મોટો થઈને મારી પત્ની જોડે ઝઘડા કરીશ.

બાળકની બુદ્ધિ સીમિત હોય છે તે લાંબુ વિચારી શકતો નથી એટલે તમારે બાળકને શિક્ષણ એવું આપવું જોઈએ કે તે સમજી શકે.

હું તમને એક ઉદાહરણ આપું. એક એક વખત એક વ્યક્તિ તેના માતા પિતા થી દુર નોકરી અર્થે જાય છે અને ત્યાં આગળ તે તેની પત્ની તેના બાળક જોડે શાંતિથી રહેતો હોય છે. રજાઓ પડે વેકેશન પડે ત્યારે તે તેના માતા પિતાને મળવા તેમના ત્યાં રહેવા જાય છે.

તો બાળકનામાં પણ આવી જ બુદ્ધિ આવે છે પરિસ્થિતિ અલગ હતી પણ બાળક કેવું વિચારે છે તે આપણે કલ્પના પણ કરી શકતા નથી. એક વખતે બાળક તેના પિતા જોડે બેઠો હતો ત્યારે તે પણ એવું કહે છે પપ્પા જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે મારી પત્ની અને મારા બાળકો જોડે રહેતો હોઈશ ત્યારે મારી રજા પડશે અને વેકેશન પડશે એટલે હું પણ તમને ચોક્કસ મળવા આવીશ. એટલે કે તેને ત્યારે જ તેના મગજમાં એક વિચાર નક્કી કરી લીધેલો કે મારે મારા માતા પિતા થી દૂર મારી પત્ની અને મારા બાળકો જોડે અલગથી રહેવાનું છે.

આ વાત તે તેના પરિસરમાંથી શકે છે એટલે કે મા બાપ જોડેથી શીખે છે. તેથી જ તો કહેવાય છે કે મા બાપના આચરણથી જ બાળકો શિક્ષણ મેળવે છે.

જો માબાપ રોજ સવારે ઊઠીને મંદિરે જતા હશે પ્રાર્થના, પૂજા કરતા હશે તો બાળક પણ તે કરશે પણ જો માતા પિતા કરતા નહિ હોય તો બાળકનામાં તે લક્ષણ આવશે નહીં.

Sharing Is Caring:

Leave a Comment