અર્થઘટન : ખાલી ચણો વાગે ઘણો
આ કહેવતના માધ્યમથી કહેવા માંગે છે કે જે વ્યક્તિ જોડે જ્ઞાન ઓછું હોય છે. કા તો પછી જે વ્યક્તિ કોઈ પણ વિષય વિશે ઓછું જાણતો હોય છે. તેનામાં તે બતાવવાનું કે મને બધું જ ખબર છે કા તો મને બધું જ આવડે છે તે ભાવના વધારે હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ બધું જ જાણતો હોય પરંતુ તેને જ્યાં સુધી કહેવામાં ન આવે તે બોલતો નથી કારણ કે તેને કંઈ પણ સાબિત કરવા નું રહેતું નથી.
આપણે જાણીએ છીએ કે જે સારા વક્તા છે તે ઓછા સમયમાં ઓછા વાક્યમાં ઘણું બધું કહી જતા હોય છે.
આજ વાત કોઈ લપલપિયા ને કરવાનું કહેવામાં આવે કા તો પછી જેને ખબર ઓછી છે તે કહેવામાં આવે તે આ વાતને વાળી જોડીને ગોળ ગોળ ફેરવ્યા કરે છે અને એકનો એક વાક્ય વારે ઘડીએ બોલીને પોતાનું મંતવ્ય લાંબુ કર્યે જાય છે