બીજાને ડુબાડીને આપણે તરતા ન શીખવું જોઈએ.

બીજાને ડુબાડીને આપણે તરતા ન શીખવું જોઈએ.

અર્થગ્રહણ : બીજાને ડુબાડીને આપણે તરતા ન શીખવું જોઈએ.

કોઈપણ કામ કરીએ તો આપણે તેમાં માત્ર ને માત્ર આપણા જ સ્વાર્થનો વિચાર ન કરવો જોઈએ. એવા કામ કદી ના કરવા જોઈએ કે જે કરવાથી તમને પોતાને ફાયદો થાય, પરંતુ સામેવાળી વ્યક્તિને નુકસાન જતું હોય.

આપણે કોઈપણ કામ કરીએ તો કામના દરેક પાસા વિચારી લેવા જોઈએ અને પછી જ કામ કરવું જોઈએ. જેના કારણે આપણા કરેલા કામના લીધે સામેવાળી વ્યક્તિને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય.

અત્યારે આ યુગમાં આ પ્રકારની પ્રવૃત્તિ વારંવાર જોવા મળે છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની બલી આપતા હોય કે પોતે પૈસા કમાવા માટે બીજાના પૈસા ને ખાડામાં નાખતા હોય છે આવું તમે તમારી આજુબાજુ ઘણી જગ્યાએ જોઈ હશે, પરંતુ આવું ન કરતા તેને સાચી માહિતી આપવી જોઈએ કે તારે આ કામ કરવાની કે આ જગ્યાએ પૈસા રોકવાની જરૂર છે કે નહીં.

આ જગ્યાએ મારા પૈસા ગયા છે તો તું આવું ના કરતો, કારણ કે તારા પણ ડૂબી જશે તેવું તેને જ્ઞાન આપવું જોઈએ. ના કે એના પૈસા પણ ત્યાં ડુબાડવાનો પ્રયત્ન કરવો, તેથી તો કહેવાય છે કે આપણે તરતા શીખવા માટે બીજાને કદી ડુબાડવા જોઈએ નહીં.

Sharing Is Caring:

Leave a Comment