આળસ માનવીનો મોટામાં મોટો શત્રુ છે.

આળસ માનવીનો મોટામાં મોટો શત્રુ છે.

અર્થગ્રહણ : આળસ માનવીનો મોટામાં મોટો શત્રુ છે.

જે વ્યક્તિ કોઈપણ કામ કરવામાં આળસ બતાવે તે જીવનમાં કશું કરી શકતો નથી. કારણ કે તેની આળસ તેને કોઈપણ પ્રકારનું કામ કરવા દેતી નથી.

આળસુ વ્યક્તિ હંમેશા કામને પાછળ ધકેલ ધકેલ કરે છે. જેમ કે આજનું કામ હોય તો કહે છે કાલે કરીશ, જ્યારે કાલ થાય ત્યારે તે કામને કહેશે કાલે કરીશું, એમ તેની કાલ કદી આવતી નથી અને તે કામ કરી શકતો નથી.

તેથી વ્યક્તિએ જીવનમાં કદી પણ આળસ ન કરવી જોઈએ, અને કામ કરવામાં તત્પરતા બતાવી જોઈએ. જેટલું કામ તમે સમયસર અને ઝડપથી કરશો તેટલા જીવનમાં આગળ વધી શકશે. જો તમે કોઈ કામ કરવામાં આળસ કે નીરસતા બતાવી તો તે કામ તમે કદી કરી શકો નહીં, અને જો કરશો તો તેમાં સફળતા તમને મળશે નહીં.

તેથી સંસ્કૃતમાં પણ એક સુભાષિત પ્રખ્યાત છે કે જીવનમાં સફળ થવું હોય તો દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે.

સિંહ જો પોતે સૂતો રહીને મોઢું ખુલ્લું રાખીને સુવે અને વિચારે કે મારા મોમાં શિકાર આવીને બેસી જાય તો તે શક્ય બનતું નથી. તેને જો શિકાર પકડવો હોય તો આળસ મૂકીને શિકાર પાછળ દોડવું પડે છે, તો તેને શિકાર મળે છે નહીં તો તે ભૂખ્યો મરી જાય છે.

તેથી આપણે આપણા જીવનમાં કોઈપણ પ્રકારની આળસ રાખ્યા વગર રોજનું કામ રોજ કરતા રહેવું જોઈએ, અને બીજાને મદદ કરતા રહેવું જોઈએ.

Sharing Is Caring:

Leave a Comment