બકસરની લડાઈ શાથી થઈ ? તેનું શું પરિણામ આવ્યું ?

બકસરની લડાઈ શાથી થઈ :

અંગ્રેજોએ મીરજાફરને પદભ્રષ્ટ કરીને તેના જમાઈ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીરકાસીમ તકલીફ આપવા લાગ્યો. તેથી અંગ્રેજોએ તેને પદચ્યૂત કરવાનો નિર્ણય લીધો. મીરકાસીમે અંગ્રેજો સામે લડવા માટે અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહઆલમનાં લશ્કરોની મદદથી સંયુક્ત સેના તૈયાર કરી. ઈ.સ. 1764માં બક્સરના મેદાનમાં મીરકાસીમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધના અંતે, અંગ્રેજોએ મીરકાસીમને પદભ્રષ્ટ કરીને મીરજાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવ્યો.

Read More  ભારતદેશને શા માટે 'પ્રજાસત્તાક દેશ' કહેવામાં આવે છે ?
Sharing Is Caring:

Leave a Comment