હું મારા મિત્રને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો-વાસણો, ગાદલા વગેરે જરૂરી વસ્તુઓ પૂરી પાડીશ.
મિત્ર અને તેના પરિવારના દરેક સભ્ય માટે રહેવા માટેનું બંદોબસ્ત કરી આપીશ.
એવા સમયે ગામલોકોને ઉકાળીને પાણી પીવા માટે સૂચના આપીશ.
મિત્રના ઘરનાં પશુઓ માટે પૂરતું ઘાસ અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરીશ.
મિત્રના ઘરમાં પૂરથી આવેલા કચરાના નિકાલ માટે મિત્રો સાથે મળીને કામ કરીશ.
પૂરથી નુકસાન પામેલા ગામના રસ્તાઓને દુરસ્ત કરવા શ્રમયજ્ઞમાં જોડાઈશ.
પૂરગ્રસ્ત ક્ષેત્રમાં રહેલી સેવાસંસ્થાઓમાં જોડાઈને રાહતકાર્યમાં સહકાર આપીશ.