દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવાની કાળજી લેવી જોઈએ. આથી, હવામાં ભેજનું પ્રમાણ જળવાશે અને વાતાવરણનું પ્રદૂષણ અટકશે.
સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા માટે ઉંડા કૂવા ખોદવા અને ખેત-તલાવડીઓ તૈયાર કરવી. ગામ નજીક વહેતી નદી, ખાડી, કે નાની નદીના કેટલાક ભાગોમાં આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો.
ભૂગર્ભ જળનો જથ્થો વધારવા માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવાં.