અર્થગ્રહણ : મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જેને હસવાની શક્તિ મળેલી છે.
આ પૃથ્વી પર કુદરતે બનાવેલી અદભુત કળા છે તો તે છે મનુષ્ય.
પ્રભુએ પૃથ્વી પર ઘણા પ્રાણીઓ બનાવ્યા છે, ઘણા પક્ષીઓ બનાવ્યા છે, કુદરતી સૌંદર્ય બનાવ્યું છે, પરંતુ એક શક્તિ માત્ર મનુષ્યને જ આપી છે તે છે હસવાની તાકાત.
મનુષ્ય સિવાય બીજું કોઈ પ્રાણી હસી શકતું નથી. તેથી મનુષ્ય એ એક એવું પ્રાણી છે જે ખુશ રહી શકે છે, કાં તો ખુશ દેખી શકે છે, કા તો ખુશી દેખાડી શકે છે. તેથી મનુષ્ય એ પોતે હસતા રહેવું જોઈએ, બીજાને હસાવતા રહેવું જોઈએ. કોઈના જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ પડે તેવું કામ ન કરવું જોઈએ.