ગાજયા મેહ વરસે નહીં

ગાજયા મેહ વરસે નહીં

અર્થઘટન : ગાજયા મેહ વરસે નહીં

આ કહેવત એવા લોકોને લાગુ પડે છે જે બહુ મોટી મોટી વાતો કરતા હોય. પરંતુ કંઈ પણ કામ કરતા ન હોય.


જે વ્યક્તિ મોટી મોટી ડંફાસો મારે અને પોતાને મહાન બનાવવાનો પ્રયત્ન કરે તે વ્યક્તિ જીવનમાં કશું કરતો નથી જે વ્યક્તિને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા હોય તે બોલવામાં નહીં પણ કામ કરવામાં માને છે અને તે કામ સંપૂર્ણપણે ભૂલ્યા વગર પૂરું કરે છે.

તેથી જ કહેવાય છે કે ગાજયા મેહ વરસે નહીં એટલે કે જે વરસાદ ગાજવીજ કરે તે વધારે પડતો નથી. પરંતુ ગાજવીજ કર્યા વગર જ વરસાદ પડે તે વધારે વરસે છે.

Sharing Is Caring:

Leave a Comment