અર્થઘટન : બુદ્ધી આગળ બળ પાણી ભરે
કોઈપણ કામ કરવું હોય તો તે કામમાં બળની જરૂર પડે છે પરંતુ તેની સાથે સાથે તમારામાં બુદ્ધિ હોવી પણ જરૂરી છે.
જો તમારામાં બળ ઓછું હશે અને બુદ્ધિ વધારે હશે તો કોઈ પણ કામ તમે તમારી બુદ્ધિ થી સરળતાથી કરી શકશો. પણ જો તમારી જોડે બુદ્ધિ નહીં હોય અને ખાલી બળ જ હશે તો સરળ કામ પણ તમે કરી શકશો નહીં.
કારણકે બુદ્ધિ વગર બળ કશા કામમાં આવતું નથી.ઉદાહરણ તરીકેતમારે 200 કિલોનો એક પથ્થર ઉચકવાનો છે અને જો તમારી જોડે ખાલી બળ જ છે બુદ્ધિ નથી તો તમે તેને ઉચકવાનો પ્રયત્ન કરી કરીને થાકી જશો પણ તે પત્થને ઓળખી શકશો નહીં, પરંતુ તમારી જોડે જો બુદ્ધિ છે તો તમે વિજ્ઞાનમાં રહેલા ઉચ્ચાલનના સિદ્ધાંત પરથી તે પથ્થરને આરામથી ઉંચકી શકશો.
બીજું એક ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે તમારે ભેંસને જો ટ્રક પર ચડાવી હોય તો તમે ખાલી બળથી ચડાવી શકતા નથી તેને ચઢાવવા માટે બુદ્ધિની જરૂર હોય છે તેને એક ઉકરડાની નજીક લઈ જવી પડે છે.
પછી ત્યાંથી તેને ઉપર સરળતાથી ચડાવી શકાય છે. આવા ઘણા ઉદાહરણો તમે તમારી આજુબાજુના વાતાવરણમાં જોતા હશે અને એના પરથી જ તમે કહી શકશો કે બુદ્ધિ આગળ બળ પણ પાણી ભરે છે.
જો તમારી જોડે બુદ્ધિ હોય તો તમે કોઈપણ વ્યક્તિ નો સામનો કરી શકો છો.આપણે મોટા મોટા મહાન જે વ્યક્તિઓ થઈ ગયા છે તેમની ચર્ચા કરીએ તો તેમને જે પણ સામ્રાજ્ય સ્થાપ્યુ છે તે તેમના બુદ્ધિ ના પ્રતાપે તેમને સ્થાપ્યું છે .
જેમ કે વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ યુધ્ધ લડવાની એવી તો એમને આવડત હતી કે જેના કારણે સામેવાળા શત્રુઓ તેમનાથી ખૂબ જ ભયભીત થતા હતા તે કોઈપણ કામ પોતાની બુદ્ધિથી કરતા હતા.
આવા ઘણા મહાન લોકો થઈ ગયા છે જે પોતાની બુદ્ધિના જોરે આગળ વધેલા છે તેથી જ કહેવાય છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે