ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓમાં જવાહરલાલ નહેરૂ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુકર્જી અને સરદાર બલદેવસિંહ જેવા રાષ્ટ્રીય નેતાઓ હતા.
ઉપરાંત, બંધારણસભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ડૉ. ભીમરાવ આંબેડકર અને ડૉ. કનૈયાલાલ એમ. મુનશી જેવા બંધારણીય નિષ્ણાતો હતા. એંગ્લો-ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક ઍન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ. પી. મોદી હતા. મહિલા સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થાય છે.
બંધારણસભાના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદને પસંદ કરવામાં આવ્યા હતા. બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે, બંધારણસભાએ ડૉ. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદ હેઠળ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરી હતી.