નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

અર્થઘટન : નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

આપણે કોઈ કામ કરીએ અને આપણે એવી આશા રાખીએ છીએ કે તે કામ માં આપણે ચોક્કસ સફળ થઈશું પરંતુ ક્યારેક કોઈ કામમાં આપને નિષ્ફળતા મળે છે.


નિષ્ફળતા મળતા સ્વાભાવિક રીતે આપણે નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ નિરાશ થવાને બદલે આપણે નિષ્ફળતા મળવાના કારણો શોધી કાઢવા જોઈએ.

આપણે પરીક્ષામાં કોઈ વિષયમાં નાપાસ થઈએ તો આપણે નાપાસ થવાના કારણો શોધવા જોઈએ અને તે કારણ મળ્યા પછી તે કારણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી રીતે નિષ્ફળતાના બીજા પ્રસંગોએ પણ માણસે વિચારવું જોઈએ એમ કરવાથી આપણને સફળતા મળશે.


ઉદાહરણ તરીકે કરોળિયાને જુઓ તમે જેટલી વખત તેનો માળો તોડી નાખો છો તેટલી વખત તે પોતાનો માળો ફરી બનાવ્યા જ કરે છે

Sharing Is Caring:

Leave a Comment