ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે

ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે

અર્થઘટન : ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે

આ કહેવતને આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો કોઈ પ્રાણીને બાંધી રાખ્યું હોય અને તેને કોઈ છોડે નહીં કાં તો કોઈ અનાજ આપે નહિ તો તે પ્રાણી ભૂખ્યું મરે છે.

જ્યારે તે પ્રાણીને છૂટો મૂકવામાં આવે તો તે ક્યાંથી પણ પોતાના ખોરાકની વ્યવસ્થા કરી લે છે.


મનુષ્યના સંદર્ભમાં આ કહેવતની વાત કરીએ તો જે વ્યક્તિને છૂટો મૂકવામાં આવે છે તે દરેક જગ્યાએથી કંઈકનું કંઈક નવીન વસ્તુ શીખતો હોય છે પણ જ્યારે જો તેને એક જગ્યાએ બાંધી રાખવામાં આવે છે કાં તો ઘરની બહાર નીકળવામાં આવતો નથી કાંતો કંઈક નવું કરવા દેવામાં આવતો નથી.

કોઈ સાહસ કરે તો તેને રોકવામાં આવે છે. તેવા સંજોગોમાં તે વ્યક્તિનો વિકાસ કદી થઈ શકતો નથી. તે વિકાસ કરીને આગળ વધી શકતો નથી જ્યારે કોઈ વ્યક્તિને છૂટછાટ આપવામાં આવે તો તે નીત નવીન વ્યક્તિઓ જોડે મળે છે.

આજુબાજુના વાતાવરણમાંથી કંઈકનું કંઈક શીખે છે વ્યક્તિઓ જોડેથી કંઈક શીખે છે અને પોતાના જ્ઞાનમાં દિવસેને દિવસે વધારો કરતો રહે છે.

તેનામાં કોઈ સાહસ કરવાની વૃત્તિ કેળવાય છે તે સાહસ કરતા ગભરાતો નથી. કોઈ પણ જગ્યાએ છૂટછાટ અને કોઈપણ જાત ના ભય વગર ફરી શકે છે. તેથી જ કહેવાય છે કે ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે

Read More  અણીનો ચૂક્યો સો વરસ જીવે
Sharing Is Caring:

Leave a Comment