અર્થગ્રહણ : સમયે તમને દરેક વસ્તુ શીખવાડે છે.
કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વનું હોય તો તે છે સમય. કારણ કે જો તમારા જીવનમાં તમે પૈસા વધારે વાપરી નાખ્યા, કાં તો થોડું ઘણું દેવું થઈ ગયું, કાં તો થોડા ઘણા પૈસા ઓછા કમાયા તો ચાલશે. કારણ કે તે પૈસા તમે એનાથી વધારે મહેનત કરીને પાછા મેળવી શકો છો.
પરંતુ જો તમે સમયની બરબાદી કરી દીધી એટલે કે જે સમયે જે કામ કરવાનું હતું તે ન કર્યું તો તે સમયે ગમે તેટલા પૈસા ખર્ચો, ગમે તેટલું પ્રાયશ્ચિત કરો પાછો મળતો નથી.
ધારોકે તમારે જે સમય ભણવાનું હતું તે સમયે તમે ભણવાનું ન કર્યું, અને રમવામાં રસ દાખવ્યો, કા તો રખડવામાં રસ દાખવ્યો, તો તમારે તેનું ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડે છે, અને જ્યારે તમને પસ્તાવો થાય છે ત્યારે સમય નીકળી ગયો હોય છે .
પછી તે સમય વળીને પાછો આવતો નથી જેના કારણે તમારે જીવનમાં ખૂબ જ કઠીનાઈઓ ભોગવી પડતી હોય છે, અને તમારા સપના ને પડતા મૂકવા પડે છે.
આજ રીતે લોકો કે કહે છે ને કે આજે તારો સમય છે કાલે મારો સમય આવશે. એનો મતલબ એ જ છે કે સમય સમયાંતરે બદલાતો રહેતો હોય છે. જેટલો તમારો અનુભવ એટલો તમે તે વસ્તુમાં સમય આપ્યો છે તેમ કહેવાય.