પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ કદી દીપે નહી.

પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ કદી દીપે નહી.

અર્થગ્રહણ : પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ કદી દીપે નહી.

જ્યારે તમારે કોઈ વ્યક્તિ આગળ તમારો પોતાનો પ્રભાવ પાડવો હોય તો તે પ્રભાવ તમે તમારી માતૃભાષા જે છે, જે તમે રોજબરોજ બોલો છો, તેમાં જ તમે તમારો પ્રભાવ પાડી શકો છો.

પારકી ભાષા બોલીને તમે તમારો પ્રભાવ એટલો પાડી શકતા નથી, જેટલો તમે તમારી માતૃભાષા બોલીને પાડી શકો છો કારણ કે તમારી જોડે માતૃભાષા નું જેટલું જ્ઞાન છે તેટલું પારકી ભાષાનું નથી.

માતૃભાષામાં તમને જેટલા શબ્દો અને તેના પર્યાય શબ્દો ખબર છે તેટલા તમને પારકી ભાષાના ખબર નથી અને તમારે પારકી ભાષા બોલતા પહેલા થોડુંક વિચારવું પડે છે પછી તેનો જવાબ આપવો પડે છે.

જ્યારે માતૃભાષામાં તમારે કશું જ વિચારવાની જરૂર નથી હોતી. જવાબ આપો આપ અંદરથી જ નીકળે છે તેથી જ તો કહેવાય છે કે પારકી ભાષાથી તમે કદી પોતાનું વ્યક્તિત્વ પ્રગટ કરી શકો નહીં.

Sharing Is Caring:

1 thought on “પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ કદી દીપે નહી.”

Leave a Comment