અર્થઘટન : ખાડો ખોદે તે પડે
જે વ્યક્તિ બીજાને નુકસાન કરવાનું વિચારે છે તેને પોતાને જ નુકસાન થાય છે. આ કહેવતનો આ અર્થ થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ બીજા માટે ખાડો ખોદતો હોય તો તે નથી જાણતો કે એ ખાડો તેને પણ નડવાનો છે. આમ બીજાનું ખરાબ કરવા જતા વ્યક્તિ ક્યારે પોતાનું ખરાબ કરી બેસે છે તે જાણતો નથી.
તેથી વ્યક્તિએ કોઈપણ પ્રકારની ઈર્ષા ભાવ રાખ્યા વિના એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ અને કોઈપણ વ્યક્તિને નુકસાન ન પહોંચે તેવું પોતાનું જીવન આદર્શ અને લોકો તેમાંથી શીખે તેવું બનાવવું જોઈએ.