અર્થઘટન : ધોળું એટલું દૂધ ન જાણવું.
ધોળું દેખાતું દરેક પ્રવાહી દૂધ જ હોય છે એવું માની ન લેવાય બીજા ઘણા બધા પ્રવાહી ધોળા રંગના હોય છે.
એ જ રીતે કોઈ વ્યક્તિ જેવી દેખાય છે તેવી જ હોય તેવું જરૂરી નથી. બહારનો દેખાવ અને પોશાક પરથી તેના પર વિશ્વાસ મૂકી શકાય નહીં.
આપણે તેની ચોક્કસ કસોટી કરવી જોઈએ. સુંદર કપડાં પહેરેલી વ્યક્તિ ખિસ્સા કાતરુ કે ચોર પણ હોઈ શકે છે. આપણે ત્યાં આ જ પ્રકારનો ભાવ રજૂ કરતી બીજી કહેવતો પણ જોવા મળે છે જેમ કે “ચડકે એટલું સોનું ન સમજવું.” “ડુંગરા તો દૂરથી જ રળિયામણા.”
બહારથી કોઈ વ્યક્તિ સજ્જન દેખાતી હોય તો તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. સૌપ્રથમ તેના ગુણદોષની ચકાસણી કરવી જોઈએ પછી જ તેના પર વિશ્વાસ મૂકવો જોઈએ તેથી તો કહેવાય છે કે ધોળું એટલું દૂધના જાણવું.