અર્થગ્રહણ : દયા એ સજજન માણસ ની મૂળભૂત નિશાની છે.
દયાની અપેક્ષા તમે કોઈપણ વ્યક્તિ પાસે રાખો તો તે તમારી ભૂલ છે. કારણ કે દયા એ સજ્જન માણસનું આભૂષણ છે, તે દરેક વ્યક્તિ ધારણ ન કરી શકે, કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય પણ કોઈ પણ વ્યક્તિ પર દયા દાખવી તે ઘણી મોટી બાબત છે.
આવું મહાન લોકો અને સજ્જનો જ કરી શકતા હોય છે. પોતાની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ બીજાને દુઃખમાં જોઈને તેના પર દયા દાખવી ને તેને મદદ કરે તે જ વ્યક્તિ સજ્જન હોય છે.
તેના વાણી વર્તન વ્યવહાર થી દેખાઈ આવે છે તેને કોઈપણ વ્યક્તિ હોય, પશુઓ, કે પક્ષી હોય દરેક પર દયા આવતી હોય છે અને તેમને મદદ કરવા હંમેશા તૈયાર રહેતો હોય છે તેથી તો કહેવાય છે કે દયા એ સજ્જન માણસની મૂળભૂત નિશાની છે.
તેને આ વસ્તુ સાબિત કરવા કોઈ માધ્યમની જરૂર નથી તે કુદરતી વાતાવરણમાં જ લોકોને દેખાઈ આવે છે.