અર્થગ્રહણ : દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
દાન આપવું એ એક મનુષ્યની પ્રાથમિકતા હોવી જોઈએ.
પરંતુ ઘણા લોકો એવું કરતા હોય છે કે કોઈ જગ્યાએથી પાપી ધન એટલે કે જે તેમનું નથી તે એમ કેન પ્રકારે મેળવે છે એટલે કે કોઈ જગ્યાએથી લાંચ લે છે કાં તો કોઈને ઠગે છે અને પૈસા ભેગા કરે છે, પછી તે પોતે કરેલા તે પાપોને સુધારવા માટે દાન આપે છે.
એટલે કે દાનરૂપી સફેદ ચાદર ઓઢે છે અને એવું વિચારે છે કે તેમને કરેલા પાપ સામે તેમને પુણ્ય મળી જાય છે.
પરંતુ તેવું હોતું નથી પણ તે લોકો તેમને કરેલા પાપ તે દાન આપીને છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેથી જ કહેવાય છે કે મનુષ્ય દાન આપીને એટલે કે દાનની સફેદ ચાદરથી પોતાના અસંખ્ય પાપ છુપાવે છે.
તમે તમારા જીવનમાં કોઈ પાપ કરો અને તેમાંથી થોડું પુણ્ય કરીને તમારા પાપ ને સમતોલનમાં લાવવાનો પ્રયત્ન કરો કે પછી તેને પુણ્યમાં ફેરવવાનો પ્રયત્ન કરો તો તે કદી સફળ થતાં નથી.
કારણ કે તમે કરેલા પાપ એ પાપ જ ગણાય છે, પછી તમે તેનો પશ્ચાતાપ કરો તો જ તમને પાપ માંથી મુક્તિ મળે છે.
અને જો તમે તે પાપ થકી બીજા કોઈને દાન આપીને એવું વિચારો છો કે તમને તે પાપ માંથી મુક્તિ મળશે તો તે તદ્દન ખોટી વાત છે.