અર્થઘટન : બોલે તેના બોર વેચાય
જ્યાં સુધી તમારી જોડે જે વસ્તુ છે એ તમે બીજાને જાહેર નહિ કરો ત્યાં સુધી તમારી જોડે શું પડયુ છે તે સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે.
એટલે કે આ કહેવત એમ કહેવા માંગે છે કે તમારે જો કોઈ દુઃખ હોય કાં તો વિકટ પરિસ્થિતિ હોય તો તમે તે પરિસ્થિતિ બીજી કોઈ વ્યક્તિને જાહેર કરશો તો તમને તેનું સમાધાન મળશે જ્યાં સુધી તમે તે પરિસ્થિતિ કોઈને જાહેર નહિ કરો ત્યાં સુધી સામેવાળાને તમારી પરિસ્થિતિ ખબર પડવાની નથી તેથી તમને તેનું સમાધાન પણ મળવાનું નથી.
ઉદાહરણ તરીકે જો તમે બોર વેચવા બેઠા છો અને જો તમે ત્યાં આગળ બૂમ નહીં પાડો કે ભાઈ બોર ખરીદો ત્યાં સુધી લોકો તે તમારા જોડેથી ખરીદે નહીં.
આમ, વ્યક્તિએ કોઈપણ કાર્ય કરવું હોય તો તેના વિશે ચર્ચા કરવી પડે છે તો જ તેનું કાર્ય સફળ રીતે પૂર્ણ થઈ શકે છે.