અર્થગ્રહણ : બધું જ મેળવ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ.
તમે જીવનમાં ખૂબ જ મહેનત કરો. પરિશ્રમ કરો અને તમારી ધારેલી સફળતા પ્રાપ્ત કરો તેના પછી પણ તમે જેવા હતા તેવા જ રહો એટલે કે તમે પહેલા જેટલા વિનમ્ર હતા તેટલા જ વિનમ્ર રહો તો જ તમે સફળ વ્યક્તિ ગણાવો.
તમારી જોડે શું છે તે મહત્વનું નથી પરંતુ તમે બીજા વ્યક્તિઓ જોડે કેવી રીતે વર્તન કરો છો. તમારી જોડે જે છે તે બતાવવાનો પ્રયત્ન કરો છો કે સામેવાળી વ્યક્તિને દુઃખ ન થાય તે રીતે તેની જોડે રહેવાનો પ્રયત્ન કરો છો.
તે તમારા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમે કોઈ વ્યક્તિને તમારી જોડે જે છે તે બધું બતાવીને દુઃખ પહોંચાડો તો તે કશા કામનું રહેતું નથી.
હા, પરંતુ જો તમારી જોડે વધારે છે અને સામેવાળી વ્યક્તિને જરૂર છે અને તમે તેને મદદ કરો છો તો તે તમારામાં દયાની ભાવના બતાવી છે, અને જો તમે કોઈ વ્યક્તિને મદદ નથી કરી શકતા તો તેની લાગણીને દુભાય તેમ તમારો વિનમ્ર સ્વભાવ બતાવીને તેની જોડે બેસીને શાંત મને વાતો કરો છો અને તેની દુઃખ ની લાગણી સાંભળો છો અને તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તે બધું સમજો છો તો તમે સાચા સફળ વ્યક્તિ છો.
ઉદાહરણ તરીકે કોઈ સાધુ મહાત્મા જોડે એક હોય કે એક કરોડ રૂપિયા હોય તેમને કશું ફરક પડતો નથી. તે એક રૂપિયો હતો ત્યારે પણ જે પરિસ્થિતિમાં હતા એક કરોડ રૂપિયા આવે તો પણ તે તે જ પરિસ્થિતિમાં રહે છે, તેથી તો તેમને મહાત્મા કહેવાય છે.
તેમનામાં વિનમ્રતા કદી ઓછી કે વધારે થતી નથી, તેમનું જીવન સદાય એક સરખું જ રહે છે તો આપણે પણ તેમના જીવનથી શીખીને તેમના આદર્શોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ અને એક સફળ વ્યક્તિ તરીકે જીવન જીવવું જોઈએ. પણ સફળતા સાથે આપણામાં કોઈ પણ પ્રકારનો અભિમાન ન આવવું જોઈએ.