બદલા ની અપેક્ષા વગર બીજાને મદદ કરવી તેનું નામ દાન.

બદલા ની અપેક્ષા વગર બીજાને મદદ કરવી તેનું નામ દાન.

અર્થગ્રહણ : બદલા ની અપેક્ષા વગર બીજાને મદદ કરવી તેનું નામ દાન.

જ્યારે આપણે કોઈ વ્યક્તિને મદદ કરીએ છીએ ત્યારે આપણે એવી આશા રાખીને મદદ ન કરવી જોઈએ કે તે પણ આપણને કોઈક દિવસ મદદ કરશે. હા, એ વાત ચોક્કસ છે કે જો તમે કોઈને મદદ કરશો તો કોઈક તમારી મદદ જરૂરથી કરશે.

પરંતુ આપણે કોઈને મદદ કરીએ અને એવી આશા રાખીએ કે જ્યારે મને જરૂર પડશે ત્યારે તે પણ મને મદદ કરશે તો તે તદ્દન ખોટી વાત છે.

આપણે કોઈને દાન આપીએ તો એવું ન વિચારવું જોઈએ કે મારે જ્યારે જરૂર પડશે ત્યારે મને પણ કોઈક દાન આપશે એટલે કે બદલા ની અપેક્ષા વગર તમે જે કોઈને મદદ કરો છો તે સાચું દાન કહેવાય છે.

કંઈ પણ પાછું મેળવવાની ભાવના વગર જે વસ્તુ નું દાન કરવામાં આવે તે જ સાચું દાન કહેવાય છે.

Sharing Is Caring:

Leave a Comment