અર્થગ્રહણ : દાની આપીને તવંગર બને છે જ્યારે લોભી સંઘરીને કંગાળ બને છે.
દાની વ્યક્તિ પોતાની પાસે જે કંઈ પણ પડ્યું છે તે બધું જ બીજાને અર્પી દે છે, તેથી તેની જોડે કશું રહેતું નથી તેથી તે તવંગર બને છે એટલે કે ગરીબ બને છે.
જ્યારે લોભી હોય તે સંઘરીને બધી જ વસ્તુઓ પોતાની પાસે રાખે છે અને તેની જોડે બધી જ વસ્તુઓ હોવા છતાં તેની સાથે કોઈ હોતું નથી તેથી કહેવાય છે કે લોભી સંઘરીને કંગાળ બને છે.
આનું એક ઉત્તમ ઉદાહરણ લઈએ તો આપણા રતન ટાટા સાહેબ છે તે પોતાની જોડે જે છે તે હંમેશા બીજાને આપવા માટે તત્પર રહે છે. તે બધું આપીને કંગાળ બનતા નથી પણ જો તે ધારે તો આજ સુધી જેટલું પણ એમને દાન આપેલું છે, તે પોતાની જોડે રાખી લે તો તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની શકે છે, પરંતુ તેમને તેવી કોઈ આશા નથી, પરંતુ તે ભારતના વિકાસમાં અને વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવામાં પોતાના પૈસાનું દાન સતત અને નિરંતર આપતા રહે છે.
ભારત પર કોઈ પણ પ્રકારની મુસીબત આવી જાય તો તે દાન આપવા માટે ઉભા જ રહે છે.
જ્યારે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે કેવી રીતે કરીને મારા પૈસા વધારી દઉ, મારું ધન વધારી દઉ એમ કરીને બધું ભેગું કરે છે ,અને પોતે પોતાની જાતને એકલા નિહાળતા હોય છે.
એટલે કે અંદરથી કંગાળ બનતા જતા હોય છે, તેથી જ સુવિચારમાં કહેવામાં આવ્યું છે કે દાની આપીને તવંગર બને છે જ્યારે લોભી સંઘવીને કંગાળ બને છે.