અર્થગ્રહણ : નીડર માણસો ઝડપથી સિંહાસન ઉપર બિરાજમાન થાય છે.
જે વ્યક્તિ નીડર હોય છે તે વ્યક્તિ કોઈનાથી પણ ડરતો નથી. તેને કોઈ કામ કરવામાં કોઈ પણ પ્રકારની બીક લાગતી નથી.
તેથી તે કોઈ પણ કામ નિર્ભય પણે કરે છે અને આ કામ કરવાથી તે મહાન બને છે. આવા મહાન કાર્યો કરવાના લીધે તે એક રાજા જેવું જીવન જીવે છે અને તે બધામાં લોકપ્રિય બને છે એટલે કે કહેવાય છે કે તે વ્યક્તિ સિંહાસન પર બિરાજમાન થાય છે, અને બીજા બધા લોકોનું નેતૃત્વ કરે છે.
જે વ્યક્તિ નીડર હોય છે તે સમાજમાં ઊંચું સ્થાન ધરાવે છે કારણ કે તેને સમાજને આગળ લઈ જવા માટે કોઈપણ પ્રકારના કાર્ય કરવાની ધગશ હોય છે અને તે કામ કરવામાં પાછી પાની કરતો નથી.
આ જ રીતે દેશને આગળ લઈ જવા માટે રાજ્યને આગળ લઈ જવા માટે તે કંઈકનું કંઈક નવીન કરતો રહેતો હોય છે અને લોકોની ચાહના પ્રાપ્ત કરે છે અને આગળ જતા દેશનો, રાજ્યનો કે તેના ગામનું કે સમાજનું નેતૃત્વ કરે છે.