અર્થગ્રહણ : પરીક્ષાની ઘડી મનુષ્યને મહાન બનાવે છે, વિજય ની ઘડી નહીં.
કોઈપણ વ્યક્તિ પરિશ્રમ કરે છે, પોતાની સફળતા માટે અને તે સફળતાની ચકાસણી તેની પરીક્ષા ના સમયે થાય છે, ધારો કે કોઈ સ્પોર્ટ્સમેન છે તો તેની સ્પર્ધામાં સરખામણી થાય છે પરંતુ તેને મહાન તેની વિજયની ઘણી નથી બનાવતી.
કારણ કે તેની વિજય તો તેના પરિશ્રમથી થઈ ગયેલી હોય છે. કારણ કે તેને કરેલી પરીક્ષા માટેની તૈયારીઓ જ તેની આખી કહાની કહી રહ્યા હોય છે, જ્યારે તે પરીક્ષામાં ઉતરે છે અને પરીક્ષા આપીને બહાર નીકળે છે ત્યારે જ તેની વિજય નક્કી થઈ ગયેલી હોય છે.
જ્યારે તેનું પરિણામ આવે છે ત્યારે તો તે વિજય ખાલી નિશ્ચિત કરવાની હોય છે. આથી કહેવાય છે કે મનુષ્યને પરીક્ષાની ઘડી મહાન બનાવે છે વિજયની ઘડી નહીં.