અર્થગ્રહણ : મા કદી મરતી નથી.
મા એટલે મા. મા બાળકને જન્મ આપે છે, મા બાળકને સંસ્કાર આપે છે, મા બાળકને જીવન જીવતા શીખવાડે છે. મા મરી જાય તો પણ મા ના આપેલા સંસ્કારો અને મા એ કરેલી ગળથૂથી બાળક જોડે હર હંમેશ રહે છે.
બાળક જોડે માની યાદો હંમેશા હોય છે. બાળક કોઈ પણ જગ્યાએ મુસીબતમાં મુકાય તો તેને મા એ કહેલી યાદો યાદ આવે છે, અને તે તેમાંથી બહાર નીકળી શકે છે. તેથી તો રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે મા કદી મરતી નથી.