જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.

જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.

અર્થઘટન : જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.

જે વ્યક્તિ પોતે કંઈ કરી શકતો ન હોય તે વ્યક્તિ બીજાના કામમાં દોસ શોધતો ફરે છે.

એટલે કે પોતે તે કામ કરવા સમર્થ નથી તેથી તે બીજા વ્યક્તિને પણ એવું પુરવાર કરવા માંગે છે કે તેને તે કામ બરાબર કર્યું નથી કે તે બરાબર કરી શકતો નથી. જેના કારણે તેની પોતાની કિંમત ત્યાં જળવાઈ રહે.

આ સુવિચાર ને ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ વ્યક્તિ આગળ વધતો જાય તો લોકો તેના પર અલગ અલગ રીતે મ્હેણાં મારે છે. જેમ કે તેને તો બે નંબરની આવક છે કાં તો પછી તેને તો તેના પપ્પા તરફથી સપોર્ટ મળેલો છે, તેણે તો તેના મામા તરફથી સપોર્ટ મળેલો છે , એને તો તેના સગા સંબંધીઓ તરફથી સપોર્ટ મળેલો છે.

આવો સપોર્ટ અમને મળે તો અમે પણ આગળ વધી જઈએ આ રીતે બોલીને પોતાની વાતને કે પોતાની જાતને છાવરતા હોય છે અને પોતે તે કામ કરી શકતા નથી તેથી જેને કરેલું છે તેના કારણે પણ નિંદા કરતા રહેતા હોય છે.

Sharing Is Caring:

Leave a Comment