window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-651YNME9TQ'); દાન આપતી વખતે તેના હાથમાં શું છે એ નહીં પરંતુ તેના હૈયામાં શું છે તે મહત્વનું છે. | Gyan Gatha

દાન આપતી વખતે તેના હાથમાં શું છે એ નહીં પરંતુ તેના હૈયામાં શું છે તે મહત્વનું છે.

દાન આપતી વખતે તેના હાથમાં શું છે એ નહીં પરંતુ તેના હૈયામાં શું છે તે મહત્વનું છે.

અર્થગ્રહણ : દાન આપતી વખતે તેના હાથમાં શું છે એ નહીં પરંતુ તેના હૈયામાં શું છે તે મહત્વનું છે.

દાન આપનાર વ્યક્તિ શેનું દાન આપે છે. શું દાનમાં આપે છે તે જરૂરી નથી પરંતુ તે પોતાના હૈયામાં શું લઈને દાન આપે છે તે ખૂબ જ મહત્વનું છે.

દાન કોઈપણ વ્યક્તિ પોતાને યથાશક્તિ પ્રમાણે આપતું હોય છે. અમીર હોય તો તે પૈસાનું દાન આપે છે કોઈ ગરીબ હોય તો તે સમયનું દાન આપે છે, સેવા કરે છે.

તેમ દાનના અલગ અલગ પ્રકારો હોય છે ,પરંતુ તમે જોતા હો છો કે દાન આપનાર વ્યક્તિના હાથ મહત્વના નથી તે કેવી દ્રષ્ટિ કેવા મગજમાં વિચારો રાખીને હૈયામાં શું ભાવ રાખીને દાન કરે છે તે મહત્વનું હોય છે.

જેમ કે કોઈક દાન કરતું હોય તો તે દાન કરે છે તે બતાવવા માટે તેના ફોટા પાડતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે, સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને અમુક લોકો દાન કરતા હોય છે તો કોઈ પણ જાતની નામનાની આશા રાખ્યા વગર દાન કરતા જતા હોય છે અને તેમને દેખાડો કરવાની જરા પણ ઈચ્છા હોતી નથી.

તો તેમનું હૃદય પવિત્ર હોય છે તે કોઈની ગરીબી ને દેખાડો કરી ને પોતાની નામના મેળવવા ઇચ્છતા હોતા નથી.

Read More  જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.
Sharing Is Caring:

Leave a Comment