અર્થઘટન : અહિંસા નો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો.
અહિંસા એ ખૂબ જ અઘરી છે આવું હું એટલા માટે કહેવા માગું છું કે કોઈપણ પરિસ્થિતિમાં પોતે હિંસા ન કરવી પોતાના મગજ અને શરીર પર કાબુ મેળવી હિંસા ન કરતા અહિંસા નો માર્ગ પકડવો તે ખૂબ જ અઘરી વસ્તુ છે.
સામેવાળી વ્યક્તિ જ્યારે તમારા પર હિંસા કરે અને જો તમે તેને અહિંસાથી સમજાવો કે જે પ્રશ્ન છે તેનું અહિંસા થી એટલે કે મારામારી કર્યા વગર તેનો ઉકેલ લાવો એ ખૂબ જ અઘરી વાત છે. અને જો તમે હિંસા નથી કરતા તો તમને ઈશ્વર પર ભરોસો છે એવું ચોક્કસ કહી શકાય.
અહિંસા નો માર્ગ ગાંધીજીએ પકડ્યો હતો અને તમે જાણો છો કે ગાંધીજીને તેમના જીવનમાં કેટલી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.આમ જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ અહિંસાનો માર્ગ પકડે છે પરંતુ મહત્વનું એ છે કે તે ક્યાં સુધી તે માર્ગ પર ચાલી શકે છે.
કારણ કે માર્ગ પકડવો તો સહેલો છે પણ તેને લાંબા સમય સુધી પકડી રાખવું એ ખૂબ જ અઘરી વાત છે અને જો તમે તે કરવામાં સક્ષમ બનો છો તો કહી શકાય કે તમને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા છે.