અર્થઘટન : એક સત્ય બીજા સત્ય નો વિરોધ ક્યારેય કરતું નથી.
કારણકે સત્ય દરેક વસ્તુ જાણતું જ હોય છે. પ્રથમ સત્ય એ બીજા સત્ય ને જાણતો હોય છે તે જ રીતે બીજું સત્ય પણ પ્રથમ સત્યને જાણતો હોય છે. તેથી બંને એકબીજાનો ક્યારેય પણ વિરોધ કરતા નથી કારણકે જાણે છે કે તે બંને સાચા જ છે.
જો બે વ્યક્તિઓ સાચું બોલતા હોય તો પ્રથમ વાતને બીજી વાત એકબીજાને સંબંધિત હોય જ છે.
પરંતુ એક વ્યક્તિ સાચું અને બીજો વ્યક્તિ ખોટું બોલતો હોય તો સત્ય હંમેશા તેનો વિરોધ કરે છે અને ખોટું બોલવા વાળો વ્યક્તિ પોતાને સાચો સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે.
ખોટી વસ્તુને હંમેશા આયોજન પૂર્વક ગોઠવવી પડે છે. તો સાચી ઘટના ને ગોઠવવાની કોઈ જ જરૂર હોતી નથી તે વ્યક્તિના જીવનમાં બનેલી હોય છે તે તેને અનુભવી હોય છે તેથી સત્ય હંમેશા સત્ય જ રહે છે.